Stock Market Updates Today: દિવાળી પહેલાં શેર બજારથી સારા સંકેતો મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે. દિવાળી પહેલાંના શુક્રવારે શેરબજારની ધમાકેદાર શરૂઆતે રોકાણકારોને સારા રોકાણની આશા જગાવી છે. કોરોના બાદની આ દિવાળી સારી રહેશે એવા સંકેતો પણ આ શુક્રવાર આપી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ શેર બજારની મજબૂત શરૂઆત થઈ. સેન્સેક્સ એક સાથે 1 હજાર પોઈન્ટને પાર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરી. ચોતરફ ખરીદીને કારણે બજારને તેજી મળી છે. બેંક, ઓટો, આઈટી, મેટલ સહિત તમામ સેક્ટરમાં જબરદસ્ત ખરીદી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 2.22%, નિફ્ટી આઈટી 2.24% વધ્યો છે. સેન્સેક્સ 1,087 પોઈન્ટ વધીને 58,322 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 308 પોઈન્ટના વધારા સાથે 17322ના સ્તરે શરૂઆત કરી હતી. નિફ્ટીના 50માંથી 50 શેર લીલા નિશાનમાં છે. 


 



 


બીજી તરફ ઈન્ફોસિસે સારા Q2 પરિણામો પછી જબરદસ્ત વેગ મેળવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન શેર 4% સુધી વધ્યો. તમને જણાવી દઈએ કે ગુરુવારે યુએસ બજારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો.ડાઓ 827 પોઈન્ટ ઉછળીને દિવસના ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. Nasdaq, S&P 500 6 દિવસના ઘટાડા પછી 2.2-2.6% વધ્યો.